Surah Aal-E-Imran Translated in Gujarati

اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ

અલ્લાહ તઆલા તો તે છે જેના સિવાય કોઇ પુજવાને લાયક નથી જે જીવિત અને સૌને સંભાળી રાખનાર છે
نَزَّلَ عَلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ وَأَنْزَلَ التَّوْرَاةَ وَالْإِنْجِيلَ

જેણે તમારા પર સત્યની સાથે આ કિતાબ અવતરિત કરી, જે પોતાનાથી પહેલાની (કિતાબોની) પુષ્ટી કરનારી છે, તેણે (અલ્લાહ) જ તે પહેલા તૌરાત અને ઇન્જિલને અવતરિત કરી હતી
مِنْ قَبْلُ هُدًى لِلنَّاسِ وَأَنْزَلَ الْفُرْقَانَ ۗ إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انْتِقَامٍ

આ પહેલા લોકોને માર્ગદર્શન આપવા માટે અને કુરઆન પણ તેણે (અલ્લાહ) જ અવતરિત કર્યુ, જે લોકો અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરે છે તેઓ માટે સખત યાતના છે અને અલ્લાહ વિજયી, બદલો લેવાવાળો છે
إِنَّ اللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ

નિંશંક અલ્લાહ તઆલાથી ધરતી અને આકાશની કોઇ વસ્તુ છૂપી નથી
هُوَ الَّذِي يُصَوِّرُكُمْ فِي الْأَرْحَامِ كَيْفَ يَشَاءُ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ

તે માઁ ના પેટમાં તમારા મૂખોને જેવી રીતે ઇચ્છે છે તેવી રીતે બનાવે છે, તેના સિવાય કોઇ સાચો પુજ્ય નથી, તે વિજયી છે, હિકમતવાળો છે
هُوَ الَّذِي أَنْزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّهُ ۗ وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِنْ عِنْدِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ

તે જ અલ્લાહ તઆલા છે જેણે તમારા પર કિતાબ અવતરિત કરી જેમાં ખુલ્લી,પ્રબળ આયતો છે, જે કિતાબનો સરળ ભાગ છે અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, વિદ્રોહની ઇચ્છા અને તેમની મનેચ્છાઓની શોધ માટે, પરંતુ તેઓની સાચી ઇચ્છાને અલ્લાહ સિવાય કોઇ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર ઇમાન લાવી ચુકયા, આ અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે
رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِنْ لَدُنْكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنْتَ الْوَهَّابُ

હે અમારા પાલનહાર ! અમને માર્ગદર્શન આપ્યા પછી અમારા હૃદયોને ગેરમાર્ગે ન દોરીશ અને અમને તારી પાસેથી કૃપા આપ, નિંશંક તું જ ઘણું જ આપનાર છે
رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لَا رَيْبَ فِيهِ ۚ إِنَّ اللَّهَ لَا يُخْلِفُ الْمِيعَادَ

હે અમારા પાલનહાર ! તું ખરેખર લોકોને એક દિવસ ભેગા કરવાવાળો છે, જેના આવવામાં કોઇ શંકા નથી, નિંશંક અલ્લાહ તઆલા વચનભંગ નથી કરતો
إِنَّ الَّذِينَ كَفَرُوا لَنْ تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُمْ مِنَ اللَّهِ شَيْئًا ۖ وَأُولَٰئِكَ هُمْ وَقُودُ النَّارِ

ઇન્કારીઓને તેઓનું ધન અને તેઓના સંતાનો અલ્લાહ તઆલા (ની યાતના) થી છોડાવવામાં કંઇ કામ નહી લાગે, આ તો જહન્નમના ઇંધણ જ છે
Load More