Quran Apps in many lanuages:

Surah Al-Adiyat Translated in Gujarati

وَالْعَادِيَاتِ ضَبْحًا
હાંફતા દોડનારા ઘોડાઓના સોગંદ
فَالْمُورِيَاتِ قَدْحًا
પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ
فَالْمُغِيرَاتِ صُبْحًا
પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ
فَأَثَرْنَ بِهِ نَقْعًا
બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે
فَوَسَطْنَ بِهِ جَمْعًا
પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે
إِنَّ الْإِنْسَانَ لِرَبِّهِ لَكَنُودٌ
ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે
وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ
અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે
وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ
તે માલના મોંહ માં પણ સખત છે
أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ
શું તેને તે સમય ની ખબર નથી જ્યારે કબરો માં જે (કંઇ) છે, કાઢી લેવામાં આવશે
وَحُصِّلَ مَا فِي الصُّدُورِ
અને હૃદયો ની છુપી વાતો કાઢી નાખવામાં આવશે
Load More