Quran Apps in many lanuages:

Surah Al-Ahqaf Translated in Gujarati

حم
હા-મીમ
تَنْزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
આ કિતાબનું અવતરણ અલ્લાહ વિજયી, હિકમતવાળા તરફથી છે
مَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُسَمًّى ۚ وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنْذِرُوا مُعْرِضُونَ
અમે આકાશ, ધરતી અને તે બન્નેની વચ્ચે દરેક વસ્તુઓને ઉત્તમ યોજના સાથે જ એક નક્કી કરેલા સમય સુધી તૈયાર કરી છે. અને ઇન્કારીઓને જે વસ્તુની ચેતવણી આપવામાં આવે છે (તેનાથી) મોઢું ફેરવી લે છે
قُلْ أَرَأَيْتُمْ مَا تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ أَرُونِي مَاذَا خَلَقُوا مِنَ الْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌ فِي السَّمَاوَاتِ ۖ ائْتُونِي بِكِتَابٍ مِنْ قَبْلِ هَٰذَا أَوْ أَثَارَةٍ مِنْ عِلْمٍ إِنْ كُنْتُمْ صَادِقِينَ
તમે કહી દો ! જૂઓ તો ખરા જેને તમે અલ્લાહના સિવાય પોકારો છો, મને પણ બતાવો કે તેઓએ ધરતીનો કેવો ટુકડો બનાવ્યો છે, અથવા આકાશોમાં તેઓનો કેવો ભાગ છે ? જો તમે સાચા હોય તો આ પહેલાનો કોઇ ગ્રંથ અથવા તે જ્ઞાન જે નકલ કરવામાં આવતુ હોય, મારી પાસે લઇ આવો
وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللَّهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ
અને તેનાથી વધારે પથભ્રષ્ટ કોણ હશે ? જે અલ્લાહ સિવાય એવા લોકોને પોકારે છે જે કયામત સુધી તેની ફરિયાદ નહીં સાંભળી શકે, પરંતુ તેઓના પોકારવાથી આ લોકો પણ અજાણ છે
وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ
અને જ્યારે લોકોને ભેગા કરવામાં આવશે તો આ (અલ્લાહ સિવાય જેમને તેઓ પોકારે છે) તેઓના શત્રુ થઇ જશે અને તેઓ પોતાની બંદગીનો સાફ ઇન્કાર કરી દેશે
وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ هَٰذَا سِحْرٌ مُبِينٌ
અને તેઓને જ્યારે અમારી ખુલ્લી આયતો પઢી સંભળાવામાં આવે છે તો ઇન્કારીઓ સાચી વાતને, જ્યારે તેઓ પાસે આવી પહોંચી, કહી દે છે કે આ તો ખુલ્લુ જાદુ છે
أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَلَا تَمْلِكُونَ لِي مِنَ اللَّهِ شَيْئًا ۖ هُوَ أَعْلَمُ بِمَا تُفِيضُونَ فِيهِ ۖ كَفَىٰ بِهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۖ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ
શું તેઓ કહે છે કે આ (કુરઆન) ને તેણે (મુહમ્મદ સ.અ.વ. એ) પોતે ઘડી કાઢ્યું છે, તમે કહી દો કે જો હું જ આને ઘડી કાઢતો, તો તમે મારા માટે અલ્લાહ તરફથી કોઇ વસ્તુનો અધિકાર ઘરાવતા નથી, તમે આ (કુરઆન) વિશે જે કંઇ પણ સાંભળી રહ્યા છો, તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે, મારા અને તમારા વચ્ચે સાક્ષી માટે તે જ પુરતો છે, અને તે માફ કરનાર દયાળુ છે
قُلْ مَا كُنْتُ بِدْعًا مِنَ الرُّسُلِ وَمَا أَدْرِي مَا يُفْعَلُ بِي وَلَا بِكُمْ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ وَمَا أَنَا إِلَّا نَذِيرٌ مُبِينٌ
તમે કહી દો ! કે હું કોઇ અનોખો પયગંબર નથી, ન તો મને ખબર છે કે મારી સાથે અને તમારી સાથે શું કરવામાં આવશે, હું તો ફકત તેનું જ અનુસરણ કરુ છું જેની વહી મારા તરફ કરવામાં આવે છે અને હું તો ફકત ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું
قُلْ أَرَأَيْتُمْ إِنْ كَانَ مِنْ عِنْدِ اللَّهِ وَكَفَرْتُمْ بِهِ وَشَهِدَ شَاهِدٌ مِنْ بَنِي إِسْرَائِيلَ عَلَىٰ مِثْلِهِ فَآمَنَ وَاسْتَكْبَرْتُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
તમે કહી દો ! જો આ (કુરઆન) અલ્લાહ જ તરફથી હોય અને તમે તેને ન માનો, અને ઇસ્રાઇલના સંતાનો માંથી કોઇ એક વ્યક્તિ આના જેવા (ગ્રંથ) ની સાક્ષી આપી ચુકયો હોય અને તે ઇમાન પણ લાવી ચુકયો હોય અને તમે વિરોધ કરતા હોય તો પછી અલ્લાહ તઆલા અત્યાચારીઓને માર્ગદર્શન આપતો નથી
Load More