Surah Al-Anaam Translated in Gujarati

الْحَمْدُ لِلَّهِ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَجَعَلَ الظُّلُمَاتِ وَالنُّورَ ۖ ثُمَّ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ يَعْدِلُونَ

દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને અંધકાર અને પ્રકાશ બનાવ્યો,તો પણ ઇન્કાર કરનારા લોકો (અલ્લાહને છોડીને) અન્યને પોતાના પાલનહાર બરાબર ઠેરવે છે
هُوَ الَّذِي خَلَقَكُمْ مِنْ طِينٍ ثُمَّ قَضَىٰ أَجَلًا ۖ وَأَجَلٌ مُسَمًّى عِنْدَهُ ۖ ثُمَّ أَنْتُمْ تَمْتَرُونَ

તે એવો છે જેણે તમારું માટીથી સર્જન કર્યું, પછી એક સમય નક્કી કર્યો અને (બીજો) નક્કી કરેલ સમય ખાસ અલ્લાહ જ જાણે છે, તો પણ તમે શંકા કરો છો
وَهُوَ اللَّهُ فِي السَّمَاوَاتِ وَفِي الْأَرْضِ ۖ يَعْلَمُ سِرَّكُمْ وَجَهْرَكُمْ وَيَعْلَمُ مَا تَكْسِبُونَ

અને તે જ છે સાચો પૂજ્ય, આકાશોમાં પણ અને ધરતીમાં પણ, તે તમારી છૂપી (વાતો)ને પણ અને તમારી જાહેર (વાતો) ને પણ જાણે છે અને તમે જે કંઈ કાર્ય કરો છો તેને પણ જાણે છે
وَمَا تَأْتِيهِمْ مِنْ آيَةٍ مِنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ

અને તેઓની પાસે કોઇ પણ નિશાની, તેઓના પાલનહારની નિશાનીઓ માંથી એવી નથી આવતી કે જેનાથી તે અળગા ન રહેતા હોય
فَقَدْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ ۖ فَسَوْفَ يَأْتِيهِمْ أَنْبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ

તેઓએ તે સાચી કિતાબને પણ જુઠલાવી, જ્યારે કે તે (કિતાબ) તેમની પાસે આવી પહોંચી, તો નજીક માંજ તેઓ જાણી લેશે તે વસ્તુને, જેના વિશે આ લોકો મજાક કરતા હતા
أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِنْ قَرْنٍ مَكَّنَّاهُمْ فِي الْأَرْضِ مَا لَمْ نُمَكِّنْ لَكُمْ وَأَرْسَلْنَا السَّمَاءَ عَلَيْهِمْ مِدْرَارًا وَجَعَلْنَا الْأَنْهَارَ تَجْرِي مِنْ تَحْتِهِمْ فَأَهْلَكْنَاهُمْ بِذُنُوبِهِمْ وَأَنْشَأْنَا مِنْ بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ

શું તેઓએ જોયું નથી કે તેઓથી પહેલા અમે કેટલાય જૂથોને નષ્ટ કરી ચૂકયા છીએ, જેઓને અમે દુનિયામાં એવી શક્તિ આપી હતી જેવી શક્તિ તમને નથી આપી અને અમે તેઓ પર મુશળધાર વરસાદ વરસાવ્યો અને અમે તેઓની નીચેથી નહેરો વહેતી કરી દીધી, પછી અમે તેઓને, તેઓના પાપોના કારણે નષ્ટ કરી દીધા અને તેઓ પછી બીજા જૂથોને પેદા કરી દીધા
وَلَوْ نَزَّلْنَا عَلَيْكَ كِتَابًا فِي قِرْطَاسٍ فَلَمَسُوهُ بِأَيْدِيهِمْ لَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُبِينٌ

અને જો અમે કાગળ પર લખેલ પૃષ્ઠ તમારા પર ઊતારતા, પછી તેને આ લોકો પોતાના હાથ વડે અડી પણ લેતા, તો પણ આ ઇન્કાર કરનારા લોકો એવું કહેતા કે આ તો સ્પષ્ટ જાદુ જ છે
وَقَالُوا لَوْلَا أُنْزِلَ عَلَيْهِ مَلَكٌ ۖ وَلَوْ أَنْزَلْنَا مَلَكًا لَقُضِيَ الْأَمْرُ ثُمَّ لَا يُنْظَرُونَ

અને આ લોકો એવું કહે છે કે તેઓની પાસે કોઇ ફરિશ્તા કેમ ઉતારવામાં નથી આવતા ? અને જો અમે કોઇ ફરિશ્તા મોકલી દેતા, તો વાત જ પૂરી થઇ જાત, પછી તેઓને થોડીક પણ મહેતલ આપવામાં ન આવતી
وَلَوْ جَعَلْنَاهُ مَلَكًا لَجَعَلْنَاهُ رَجُلًا وَلَلَبَسْنَا عَلَيْهِمْ مَا يَلْبِسُونَ

અને જો અમે (પયગંબર) તરીકે ફરિશ્તાને ઉતારતા, તો અમે તેને માણસ જ બનાવતા અને અમારા આ કાર્યથી ફરી, તેઓને તે જ શંકા થતી, જે અત્યારે શંકા કરી રહ્યા છે
وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِنْ قَبْلِكَ فَحَاقَ بِالَّذِينَ سَخِرُوا مِنْهُمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ

અને ખરેખર તમારાથી પહેલા જે પયગંબર થઇ ચૂક્યા છે, તેઓની પણ મજાક ઉડાવવામાં આવી, પછી જે લોકોએ તેઓની (પયગંબરો) સાથે મજાક કરી હતી, તેઓને તે પ્રકોપે ઘેરી લીધી, જેની મજાક ઉડાવતા હતા
Load More