Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #156 Translated in Gujarati

وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُ ۖ وَأَوْفُوا الْكَيْلَ وَالْمِيزَانَ بِالْقِسْطِ ۖ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَإِذَا قُلْتُمْ فَاعْدِلُوا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۖ وَبِعَهْدِ اللَّهِ أَوْفُوا ۚ ذَٰلِكُمْ وَصَّاكُمْ بِهِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
અને અનાથોના ધન પાસે ન જાઓ, પરંતુ એવી રીતે જે શ્રેષ્ઠ હોય, ત્યાં સુધી કે તે પોતાની પુખ્તવયે પહોંચી જાય અને માપ-તોલ પૂરેપૂરું કરો, ન્યાયથી, અમે કોઇ વ્યક્તિને તેની શક્તિથી વધારે તકલીફ નથી આપતા, અને જ્યારે તમે વાત કરો તો ન્યાય કરો, ભલેને તે વ્યક્તિ સગા સંબંધી માંથી હોય, અને અલ્લાહ તઆલા સાથે જે વચન કર્યુ છે તેને પુરું કરો, આ વસ્તુનો આદેશ અલ્લાહ તઆલાએ તમને ભાર પૂર્વક આપ્યો છે જેથી તમે સમજો
وَأَنَّ هَٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَنْ سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُمْ بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
અને એ કે આ દીન મારો માર્ગ છે જે સત્ય છે, તો તે માર્ગ પર ચાલો અને બીજા માર્ગો પર ન ચાલો, કે તે માર્ગ તમને અલ્લાહના માર્ગથી અલગ કરી દેશે, આ વસ્તુનો આદેશ અલ્લાહ તઆલાએ તમને ભાર પૂર્વક આપ્યો છે, જેથી તમે ડરવા લાગો
ثُمَّ آتَيْنَا مُوسَى الْكِتَابَ تَمَامًا عَلَى الَّذِي أَحْسَنَ وَتَفْصِيلًا لِكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً لَعَلَّهُمْ بِلِقَاءِ رَبِّهِمْ يُؤْمِنُونَ
પછી અમે મૂસા (અ.સ.) ને કિતાબ આપી હતી, જેનું સારી રીતે અનુસરણ કરવાવાળા ને ઇનામ મળે, અને દરેક આદેશો સ્પષ્ટ થઇ જાય, અને માર્ગદર્શન મળે અને (તેઓના પર) દયા કરવામાં આવે, જેથી તે લોકો પોતાના પાલનહારની મુલાકાત પર ઈમાન લાવે
وَهَٰذَا كِتَابٌ أَنْزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ
અને આ એક ખૂબ જ બરકત અને ભલાઇવાળી કિતાબ છે, જેને અમે અવતરિત કરી, તો તેનું અનુસરણ કરો અને ડરતા રહો, જેથી તમારા પર દયા કરવામાં આવે
أَنْ تَقُولُوا إِنَّمَا أُنْزِلَ الْكِتَابُ عَلَىٰ طَائِفَتَيْنِ مِنْ قَبْلِنَا وَإِنْ كُنَّا عَنْ دِرَاسَتِهِمْ لَغَافِلِينَ
ક્યાંક તમે એવું ન કહી દો કે, કિતાબ તો ફકત અમારા પહેલા બે જૂથો હતા, તેમના માટે અવતરિત કરવામાં આવી હતી અને અમને કંઈ ખબર ન હતી કે તેઓ શું પઢતા-પઢાવતા હતા

Choose other languages: