Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #87 Translated in Gujarati

وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَىٰ قَوْمِهِ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَنْ نَشَاءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
અને આ અમારો પૂરાવો હતો, તે અમે ઇબ્રાહીમ (અ.સ.) ને તેમની કોમ માટે આપ્યો હતો, અમે જેને ઇચ્છીએ છીએ, દરજ્જા માં વધારો કરીએ છીએ, નિ:શંક તમારો પાલનહાર ખૂબ જ હિકમતવાળો, ખૂબ જ જાણનાર છે
وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۚ كُلًّا هَدَيْنَا ۚ وَنُوحًا هَدَيْنَا مِنْ قَبْلُ ۖ وَمِنْ ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَارُونَ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
અને અમે તેઓને ઇસ્હાક આપ્યા અને યાકૂબ, દરેકને અમે સત્યમાર્ગ તરફ માર્ગદર્શન આપ્યું અને ભૂતકાળમાં અમે નૂહને સત્યમાર્ગ બતાવ્યો અને તેમના સંતાનો માંથી દાઊદ (અ.સ.), સુલૈમાન (અ.સ.), અય્યુબ (અ.સ.), યૂસુફ (અ.સ.), મૂસા (અ.સ.), હારૂન (અ.સ.) અને તેવી જ રીતે સત્કાર્ય કરવાવાળાને બદલો આપતા રહીએ છીએ
وَزَكَرِيَّا وَيَحْيَىٰ وَعِيسَىٰ وَإِلْيَاسَ ۖ كُلٌّ مِنَ الصَّالِحِينَ
અને ઝકરિયા (અ.સ.), યહ્યા (અ.સ.), ઈસા (અ.સ.) અને ઇલ્યાસ (અ.સ.), સૌ સદાચારી લોકો માંથી હતા
وَإِسْمَاعِيلَ وَالْيَسَعَ وَيُونُسَ وَلُوطًا ۚ وَكُلًّا فَضَّلْنَا عَلَى الْعَالَمِينَ
અને તેવી જ રીતે ઇસ્માઇલ (અ.સ.), ય-સ-અ (અ.સ.), યૂનુસ (અ.સ.), લૂત (અ.સ.) અને દરેકને સમગ્ર સૃષ્ટિના લોકો પર અમે પ્રાથમિકતા આપી
وَمِنْ آبَائِهِمْ وَذُرِّيَّاتِهِمْ وَإِخْوَانِهِمْ ۖ وَاجْتَبَيْنَاهُمْ وَهَدَيْنَاهُمْ إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ
અને એવી જ રીતે તેઓના કેટલાક બાપ-દાદાઓને અને કેટલાક સંતાનોને અને કેટલાક ભાઇઓને અને અમે તેઓને પસંદ કરી લીધા અને અમે તેઓને સત્ય માર્ગદર્શન આપ્યું

Choose other languages: