Quran Apps in many lanuages:

Surah Al-Anfal Translated in Gujarati

يَسْأَلُونَكَ عَنِ الْأَنْفَالِ ۖ قُلِ الْأَنْفَالُ لِلَّهِ وَالرَّسُولِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَصْلِحُوا ذَاتَ بَيْنِكُمْ ۖ وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
આ લોકો તમને ગનીમત (યુદ્ધ પછી મળેલો માલ) વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ ગનીમતો અલ્લાહ માટે છે અને પયગંબર માટે છે, તો તમે અલ્લાહથી ડરો અને પોતાના અંદરોઅંદરના સંબંધોને સુધારો અને અલ્લાહ તઆલા અને તેના પયગંબરનું અનુસરણ કરો, જો તમે ઈમાન ધરાવતા હોય
إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
હાં, ઈમાનવાળાઓ તો એવા હોય છે કે જ્યારે અલ્લાહ તઆલાના નામનું સ્મરણ સાંભળે છે તો તેઓના હૃદય ડરી જાય છે અને જ્યારે અલ્લાહ તઆલાની આયતો તેમની સમક્ષ પઢી સંભળાવવામાં આવે છે તો, તે આયતો તેઓના ઈમાનમાં વધારો કરી દે છે અને તે લોકો પોતાના પાલનહાર પર ભરોસો કરે છે
الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنْفِقُونَ
જેઓ નમાઝ કાયમ કરે છે અને અમે તેઓને જે કંઈ પણ આપ્યું છે તેઓ તેમાંથી દાન કરે છે
أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَهُمْ دَرَجَاتٌ عِنْدَ رَبِّهِمْ وَمَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
સાચા ઈમાનવાળાઓ આ લોકો છે, તેઓ માટે ઊંચા દરજ્જા છે પોતાના પાલનહાર પાસે, તથા માફી અને ઇજજતવાળી રોજી છે
كَمَا أَخْرَجَكَ رَبُّكَ مِنْ بَيْتِكَ بِالْحَقِّ وَإِنَّ فَرِيقًا مِنَ الْمُؤْمِنِينَ لَكَارِهُونَ
જેવું કે તમારા પાલનહારે તમને તમારા ઘરેથી સત્ય સાથે રવાના કર્યા અને મુસલમાનોના એક જૂથને તે પસંદ ન હતું
يُجَادِلُونَكَ فِي الْحَقِّ بَعْدَمَا تَبَيَّنَ كَأَنَّمَا يُسَاقُونَ إِلَى الْمَوْتِ وَهُمْ يَنْظُرُونَ
તેઓ તે સત્ય વિશે, જે સ્પષ્ટ થઇ ગયા પછી, તમારી સાથે એવી રીતે ઝઘડો કરી રહ્યા હતા કે જેવું કે તેમને કોઇ મૃત્યુ તરફ હાંકતા હોય અને તેઓ જોઇ રહ્યા હોય
وَإِذْ يَعِدُكُمُ اللَّهُ إِحْدَى الطَّائِفَتَيْنِ أَنَّهَا لَكُمْ وَتَوَدُّونَ أَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُونُ لَكُمْ وَيُرِيدُ اللَّهُ أَنْ يُحِقَّ الْحَقَّ بِكَلِمَاتِهِ وَيَقْطَعَ دَابِرَ الْكَافِرِينَ
અને તમે તે સમયને યાદ કરો, જ્યારે અલ્લાહએ તમને તે બન્ને જૂથ માંથી એકને વચન આપ્યું હતું કે તે તમને મળી જાય અને તમે તે આશા કરતા હતા કે હથિયાર વગરનું જૂથ તમને મળી જાય, અને અલ્લાહ તઆલા એવું ઇચ્છતો હતો કે પોતાના આદેશ વડે સત્યનું સત્ય હોવું સાબિત કરી દે અને તે ઇન્કાર કરનારાઓની જડ કાપી નાખે
لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ
જેથી સત્યનું સત્ય હોવું અને અસત્યનું અસત્ય હોવું સાબિત કરી દે, ભલેને આ અપરાધીઓ પસંદ ન કરે
إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ أَنِّي مُمِدُّكُمْ بِأَلْفٍ مِنَ الْمَلَائِكَةِ مُرْدِفِينَ
તે સમયને યાદ કરો જ્યારે કે તમે પોતાના પાલનહાર સામે ફરિયાદ કરી રહ્યા હતા, પછી અલ્લાહ તઆલાએ તમારી (ફરિયાદ) સાંભળી લીધી, કે હું તમારી એક હજાર ફરિશ્તાઓ વડે મદદ કરીશ, જે સતત આવતા રહેશે
وَمَا جَعَلَهُ اللَّهُ إِلَّا بُشْرَىٰ وَلِتَطْمَئِنَّ بِهِ قُلُوبُكُمْ ۚ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِنْدِ اللَّهِ ۚ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
અને અલ્લાહ તઆલાએ આ મદદ ફકત એટલા માટે કરી કે ખુશખબર આપે અને જેથી તમારા મનને શાંતિ મળે અને મદદ ફકત અલ્લાહ તરફથી જ છે, જે જબરદસ્ત હિકમતવાળો છે
Load More