Surah Al-Baqara Translated in Gujarati

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِلْمُتَّقِينَ

આ પુસ્તક (અલ્લાહનુ પુસ્તક હોવા) માં કોઇ શંકા નથી. ડરવાવાળાઓને માર્ગદર્શન આપનારૂં છે
الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنْفِقُونَ

જે લોકો અદ્રશ્ય ઉપર ઇમાન ધરાવે છે અને નમાઝ ની પાબંદી કરે છે અને અમારા આપેલા (ધન) માંથી ખર્ચ કરે છે
وَالَّذِينَ يُؤْمِنُونَ بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا أُنْزِلَ مِنْ قَبْلِكَ وَبِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ

અને જે લોકો ઇમાન ધરાવે છે તેના પર જે તમારા તરફ અવતરિત કરવામાં આવ્યું અને જે તમારા પહેલા અવતરિત કરવામાં આવ્યું અને તેઓ આખેરત (પરલોક) ઉપર પણ ઇમાન ધરાવે છે
أُولَٰئِكَ عَلَىٰ هُدًى مِنْ رَبِّهِمْ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ

આ જ લોકો પોતાના પાલનહાર તરફથી સત્ય માર્ગ પર છે અને આ જ લોકો સફળ થનાર છે
إِنَّ الَّذِينَ كَفَرُوا سَوَاءٌ عَلَيْهِمْ أَأَنْذَرْتَهُمْ أَمْ لَمْ تُنْذِرْهُمْ لَا يُؤْمِنُونَ

ઇન્કારીઓને તમારૂ સચેત કરવું અથવા ન કરવું બન્ને સરખું છે, આ લોકો ઇમાન નહી લાવે
خَتَمَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَعَلَىٰ سَمْعِهِمْ ۖ وَعَلَىٰ أَبْصَارِهِمْ غِشَاوَةٌ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ

અલ્લાહએ તેઓના હૃદયો પર અને તેઓના કાન પર મહોર લગાવી દીધી છે અને તેઓની આંખો પર પર્દો છે અને તેઓ માટે મોટી યાતના છે
وَمِنَ النَّاسِ مَنْ يَقُولُ آمَنَّا بِاللَّهِ وَبِالْيَوْمِ الْآخِرِ وَمَا هُمْ بِمُؤْمِنِينَ

કેટલાક લોકો કહે છે કે અમે અલ્લાહ ઉપર અને કયામતના દિવસ ઉપર ઇમાન ધરાવીએ છીએ, પરંતુ ખરેખર તે લોકો ઇમાન ધરાવનાર નથી
يُخَادِعُونَ اللَّهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنْفُسَهُمْ وَمَا يَشْعُرُونَ

તેઓ અલ્લાહ તઆલા અને ઇમાનવાળાઓને ધોકો આપે છે, પરંતુ ખરેખર તેઓ પોતાને જ ધોકો આપી રહ્યા છે, પરંતુ સમજતા નથી
فِي قُلُوبِهِمْ مَرَضٌ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ

તેઓના હૃદયોમાં બિમારી હતી, અલ્લાહ તઆલાએ તેઓની બિમારીમાં વધારો કરી દીધો અને તેઓના જૂઠના કારણે તેઓ માટે દુંખદાયી યાતના છે
Load More