Quran Apps in many lanuages:

Surah Al-Fatiha Translated in Gujarati

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
الرَّحْمَٰنِ الرَّحِيمِ
ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ
مَالِكِ يَوْمِ الدِّينِ
બદલાના દિવસ (કયામત) નો માલિક છે
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ
اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ
صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ
તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના