Surah Al-Hajj Translated in Gujarati

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ ۚ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ

લોકો ! પોતાના પાલનહારથી ડરો, નિ:શંક કયામતનો ધરતીકંપ ખૂબ જ મોટી વસ્તુ છે
يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُمْ بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ

જે દિવસે તમે તેને જોઇ લેશો, દરેક દૂધ પીવડાવનારી પોતાના દૂધ પીતા બાળકને ભૂલી જશે અને દરેક ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ પડી જશે અને તમે જોશો કે લોકો નશામાં ચકચૂર છે. જો કે ખરેખર તેઓ નશામાં નહીં હોય, પરંતુ અલ્લાહની યાતના ઘણી જ સખત છે
وَمِنَ النَّاسِ مَنْ يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّبِعُ كُلَّ شَيْطَانٍ مَرِيدٍ

કેટલાક લોકો અલ્લાહ વિશે વાતો ઘડે છે અને તે પણ અજ્ઞાન હોવા છતાં અને દરેક વિદ્રોહી શેતાનોનું અનુસરણ કરે છે
كُتِبَ عَلَيْهِ أَنَّهُ مَنْ تَوَلَّاهُ فَأَنَّهُ يُضِلُّهُ وَيَهْدِيهِ إِلَىٰ عَذَابِ السَّعِيرِ

જેના પર (અલ્લાહનો ફેંસલો) લખી દેવામાં આવ્યો છે કે જે કોઈ પણ તેની (શેતાનની) સાથે મિત્રતા કરશે, તે તેને પથભ્રષ્ટ કરી દેશે અને તેને આગની યાતના તરફ લઇ જશે
يَا أَيُّهَا النَّاسُ إِنْ كُنْتُمْ فِي رَيْبٍ مِنَ الْبَعْثِ فَإِنَّا خَلَقْنَاكُمْ مِنْ تُرَابٍ ثُمَّ مِنْ نُطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ مِنْ مُضْغَةٍ مُخَلَّقَةٍ وَغَيْرِ مُخَلَّقَةٍ لِنُبَيِّنَ لَكُمْ ۚ وَنُقِرُّ فِي الْأَرْحَامِ مَا نَشَاءُ إِلَىٰ أَجَلٍ مُسَمًّى ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ۖ وَمِنْكُمْ مَنْ يُتَوَفَّىٰ وَمِنْكُمْ مَنْ يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْلَا يَعْلَمَ مِنْ بَعْدِ عِلْمٍ شَيْئًا ۚ وَتَرَى الْأَرْضَ هَامِدَةً فَإِذَا أَنْزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ وَأَنْبَتَتْ مِنْ كُلِّ زَوْجٍ بَهِيجٍ

હે લોકો ! જો તમને તમારા મૃત્યુ પછીના જીવન વિશે શંકા છે, તો વિચારો! અમે તમારું સર્જન માટી વડે કર્યું, પછી વીર્યના ટીપા વડે, પછી લોહીથી, પછી માંસ વડે, જે ચહેરો આપવામાં આવ્યો હતો અને ઘાટ વગરનો હતો. આ અમે તમારા પર જાહેર કરી દઇએ છીએ, અને અમે જેને ઇચ્છીએ છીએ, એક નક્કી કરેલ સમય સુધી માતાના ગર્ભમાં રાખીએ છીએ, પછી તમને બાળપણની અવસ્થામાં દુનિયામાં લાવીએ છીએ, જેથી તમે પોતાની યુવાવસ્થામાં પહોંચી જાવો, તમારા માંથી કેટલાક તો તે છે, જેઓને મૃત્યુ આપવામાં આવે છે અને કેટલાકને વૃદ્વાવસ્થાએ પહોંચાડી દેવામાં આવે છે કે તે એક વસ્તુને જાણવા છતાં અજાણ બની જાય, તમે જોશો કે ધરતી સૂકી છે, પછી જ્યારે અમે તેના પર વરસાદ વરસાવીએ છીએ તો તે ઊપજે છે અને ફૂલે છે અને દરેક પ્રકારની લોભામણી ઉપજો ઉપજાવે છે
ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّهُ يُحْيِي الْمَوْتَىٰ وَأَنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

આ એટલા માટે કે અલ્લાહ જ સાચો છે અને તે જ મૃતકોને જીવિત કરે છે અને તે દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે
وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَا رَيْبَ فِيهَا وَأَنَّ اللَّهَ يَبْعَثُ مَنْ فِي الْقُبُورِ

અને એ કે કયામત ચોક્કસ આવનારી છે, જેના વિશે કોઈ શંકા નથી અને ખરેખર અલ્લાહ તઆલા કબરમાં રહેલા લોકોને ફરીથી જીવિત કરશે
وَمِنَ النَّاسِ مَنْ يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَلَا هُدًى وَلَا كِتَابٍ مُنِيرٍ

કેટલાક લોકો અલ્લાહ વિશે જ્ઞાન ન હોવા છતાં અને સત્ય માર્ગદર્શન વગર અને પ્રકાશિત કિતાબ વગર ઝઘડો કરે છે
ثَانِيَ عِطْفِهِ لِيُضِلَّ عَنْ سَبِيلِ اللَّهِ ۖ لَهُ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَنُذِيقُهُ يَوْمَ الْقِيَامَةِ عَذَابَ الْحَرِيقِ

જે પથભ્રષ્ટ બને, એટલા માટે કે તે અલ્લાહના માર્ગથી લોકોને ભટકાવી દે, તેને દુનિયા અને કયામતના દિવસે પણ અપમાનિત કરવામાં આવશે. અમે તેને જહન્નમમાં બળવાની યાતના ચખાડીશું
ذَٰلِكَ بِمَا قَدَّمَتْ يَدَاكَ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِلْعَبِيدِ

આ તે કાર્યોના કારણે, જે તમારા હાથોએ આગળ મોકલ્યા હતાં. નિ:શંક અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર અત્યાચાર કરવાવાળો નથી
Load More