Surah Al-Jathiya Translated in Gujarati
تَنْزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
આ કિતાબ વિજયી, હિકમતવાળા અલ્લાહ તરફથી અવતરિત કરવામાં આવી છે
إِنَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِلْمُؤْمِنِينَ
આકાશો અને ધરતીમાં ઈમાનવાળાઓ માટે ખરેખર ઘણી નિશાનીઓ છે
وَفِي خَلْقِكُمْ وَمَا يَبُثُّ مِنْ دَابَّةٍ آيَاتٌ لِقَوْمٍ يُوقِنُونَ
અને તમારા સર્જનમાં પણ અને તે ઢોરોના સર્જનમાં, જેમને તે ફેલાવે છે, યકીન કરનારી કોમ માટે ઘણી નિશાનીઓ છે
وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا أَنْزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِنْ رِزْقٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَتَصْرِيفِ الرِّيَاحِ آيَاتٌ لِقَوْمٍ يَعْقِلُونَ
અને રાત, દિવસના ફેર-બદલી અને જે કંઈ રોજી અલ્લાહ તઆલાએ આકાશ માંથી ઉતારી, નિષ્પ્રાણ ધરતીને જીવિત કરી દે છે, (આમાં) અને હવાઓના ફેરબદલીમાં પણ તે લોકો માટે, જેઓ બુદ્ધિ ધરાવે છે, ઘણી નિશાનીઓ છે
تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَ اللَّهِ وَآيَاتِهِ يُؤْمِنُونَ
આ અલ્લાહની આયતો છે, જેને અમે સાચી રીતે સંભળાવીએ છીએ, બસ ! અલ્લાહ તઆલા અને તેની આયતો આવ્યા પછી, આ લોકો કેવી વાત પર ઈમાન લાવશે
يَسْمَعُ آيَاتِ اللَّهِ تُتْلَىٰ عَلَيْهِ ثُمَّ يُصِرُّ مُسْتَكْبِرًا كَأَنْ لَمْ يَسْمَعْهَا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ
જે વ્યક્તિ અલ્લાહની આયતોને સાંભળે, તો પણ ઘમંડ કરતા એવી રીતે અડગ રહે, જેવું કે સાંભળી જ નથી, આવા લોકોને દુ:ખદાયી યાતનાની જાણ આપી દો
وَإِذَا عَلِمَ مِنْ آيَاتِنَا شَيْئًا اتَّخَذَهَا هُزُوًا ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مُهِينٌ
તે જ્યારે અમારી આયતો માંથી કોઇ આયતને સાંભળી લે છે, તો તેની મશ્કરી કરે છે, આવા લોકો માટે જ અપમાનિત કરી દેનારી યાતના છે
مِنْ وَرَائِهِمْ جَهَنَّمُ ۖ وَلَا يُغْنِي عَنْهُمْ مَا كَسَبُوا شَيْئًا وَلَا مَا اتَّخَذُوا مِنْ دُونِ اللَّهِ أَوْلِيَاءَ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
તેમની પાછળ જહન્નમ છે, જે કંઈ તે લોકોએ પ્રાપ્ત કર્યું હતું, તે બધું તેઓને કંઈ પણ ફાયદો નહીં પહોંચાડે અને ન તો તેઓ (કંઈ કામ આવશે), જે લોકોને તેમણે અલ્લાહ સિવાય વ્યસ્થાપક બનાવ્યા હતા, તેમના માટે તો ખૂબ જ મોટી યાતના છે
Load More