Surah Al-Jinn Translated in Gujarati
قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا
(મુહમ્મદ સ.અ.વ.) તમે કહી દો કે મને વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક જૂથે (કુરઆન) સાંભળ્યુ અને કહ્યુ કે અમે અદ્- ભૂત કુરઆન સાંભળ્યુ છે
يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَنْ نُشْرِكَ بِرَبِّنَا أَحَدًا
જે સીધા માર્ગ તરફ માર્ગદર્શન કરે છે. અમે તેના પર ઇમાન લઇ આવ્યા. (હવે) અમે કદાપિ કોઇને પણ પોતાના પાલનહારનો ભાગીદાર નહી ઠેરવીએ
وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا
અને નિ:શંક અમારા પાલનહારનું ગૌરવ ખુબ જ ઉચ્ચ છે. ન તેણે કોઇને (પોતાની) પત્નિ બનાવી અને ન તો દીકરો
وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّهِ شَطَطًا
અને એ કે આપણામાં નો મૂર્ખ અલ્લાહ વિશે સત્ય વિરૂધ્ધ વાત
وَأَنَّا ظَنَنَّا أَنْ لَنْ تَقُولَ الْإِنْسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا
અને અમે તો એવું જ સમજતા રહ્યા કે શક્ય નથી કે માનવી અને જિન્નાત અલ્લાહ પર જૂઠ રચે
وَأَنَّهُ كَانَ رِجَالٌ مِنَ الْإِنْسِ يَعُوذُونَ بِرِجَالٍ مِنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا
વાત એવી છે કે કેટલાક માનવીઓ કેટલાક જિન્નાતોથી શરણ માંગતા હતા. જેનાથી જિન્નાતો પોતાની પથભ્રષ્ટતામાં વધી ગયા
وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنْتُمْ أَنْ لَنْ يَبْعَثَ اللَّهُ أَحَدًا
અને (માનવીઓ) એ પણ જિન્નાતો જેવું અનુમાન કર્યુ હતુ કે અલ્લાહ કોઇને પણ નહીં મોકલે . (અથવા તો કોઇને બીજીવાર જીવીત નહીં કરે)
وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا
અને અમે આકાશને ચકાસ્યું તો તેને સખત ચોકીદારો અને સખત અંગારાઓ થી છવાયેલુ જોયુ
وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَنْ يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَصَدًا
તે પહેલા અમે વાતો સાંભળવા માટે આકાશમાં જ્ગ્યાએ જ્ગ્યાએ બેસી જતા હતા, હવે જે પણ કાન લગાવે છે તે એક અંગારાને પોતાની લાગમાં જૂએ છે
وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَنْ فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا
અમે નથી જાણતા કે ધરતીવાળાઓ સાથે કોઇ ખરાબ વર્તનનો ઇરાદો છે અથવા તેમના પાલનહારનો ઇરાદો તેમની સાથે ભલાઇનો છે
Load More