Quran Apps in many lanuages:

Surah Al-Jumua Translated in Gujarati

يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ
(દરેક વસ્તુઓ) જે આકાશો અને ધરતી પર છે અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કરે છે, (જે) બાદશાહ, અત્યંત પવિત્ર (છે). વિજયી અને હિકમતવાળો છે
هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِنْ كَانُوا مِنْ قَبْلُ لَفِي ضَلَالٍ مُبِينٍ
તે જ છે જેણે અભણ લોકોમાં તેમના માંથી જ એક પયગંબર મોકલ્યા જે તેઓને આ (કુરઆન) ની આયતો સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ (કુરઆન) તથા હિકમત શિખવાડે છે, નિ:શંક તેઓ આ પહેલા ખુલ્લી પથભ્રષ્ટતામાં હતા
وَآخَرِينَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوا بِهِمْ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
અને બીજા માટે પણ તેમના માંથી જેઓ અત્યાર સુધી તેમને નથી મળ્યા, અને તે જ વિજયી અને હિકમતવાળો છે
ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَنْ يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
આ અલ્લાહની કૃપા છે જેના પર ઇચ્છે તેના પર પોતાની કૃપા કરે અને અલ્લાહ તઆલા ઘણી જ મોટી કૃપાઓનો માલીક છે
مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْرَاةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا ۚ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
જે લોકોને તોરાત નું અનુસરણ કરવાનું કહ્યું પછી તેઓએ તેનું અનુસરણ ન કર્યુ તેમનું ઉદાહરણ તે ગધેડા જેવી છે જેણે ઘણી જ પુસ્તકો ઉઠાવેલી હોય. અલ્લાહની વાતોને જુઠલાવવાવાળાઓ માટે ઘણું ખરાબ ઉદાહરણ છે. અને અલ્લાહ (આવી) અત્યાચારી કોમને માર્ગદર્શન આપતો નથી
قُلْ يَا أَيُّهَا الَّذِينَ هَادُوا إِنْ زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَاءُ لِلَّهِ مِنْ دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِنْ كُنْتُمْ صَادِقِينَ
કહીં દો કે હે યહુદીઓ ! જો તમે એવું વિચારતા હોય કે બીજા સિવાય તમે અલ્લાહના દોસ્ત છો તો તમે મૃત્યુની ઇચ્છા કરો જો તમે સાચ્ચા હોય
وَلَا يَتَمَنَّوْنَهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۚ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
આ લોકો કદાપિ મૃત્યુની ઇચ્છા નહીં કરે, જે કાર્યો તેઓએ પોતાના હાથ વડેઆગળ મોકલ્યા છે. અને અત્યાચારીઓને ખૂબ જ જાણે છે
قُلْ إِنَّ الْمَوْتَ الَّذِي تَفِرُّونَ مِنْهُ فَإِنَّهُ مُلَاقِيكُمْ ۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
કહીં દો કે જે મૃત્યુથી તમે ભાગતા ફરો છો તે તો તમને આવીને જ રહેશે, પછી તમે દરેક છુપી તથા ખુલ્લી (વાતો) નો જાણનાર (અલ્લાહ) ની તરફ પાછા ફેરવવામાં આવશો. અને તે તમારા કરેલા દરેક કાર્યો બતાવી દેશે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ
હે ઇમાનવાળાઓ ! જુમ્અહના દિવસે નમાઝ માટે અઝાન આપવામાં આવે તો તમે અલ્લાહના સ્મરણ તરફ ભાગો અને લે-વેચ છોડી દો, આ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે જો તમે જાણતા હોવ
فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانْتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِنْ فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَعَلَّكُمْ تُفْلِحُونَ
પછી જ્યારે નમાઝ પુરી થઇ જાય તો ધરતી પર ફેલાઇ જાવ અને અલ્લાહની કૃપાને શોધો અને વધારે માં વધારે અલ્લાહનું સ્મરણ કરતા રહો, જેથી તમે સફળતા મેળવી લો
Load More