Surah An-Nahl Translated in Gujarati

أَتَىٰ أَمْرُ اللَّهِ فَلَا تَسْتَعْجِلُوهُ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

અલ્લાહનો આદેશ આવી પહોંચ્યો, હવે તેના માટે ઉતાવળ ન કરો, દરેક પ્રકારની પવિત્રતા તેના માટે જ છે, તે ઉચ્ચ છે તે બધાથી, જેમને આ લોકો અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવે છે
يُنَزِّلُ الْمَلَائِكَةَ بِالرُّوحِ مِنْ أَمْرِهِ عَلَىٰ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ أَنْ أَنْذِرُوا أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاتَّقُونِ

તે જ ફરિશ્તાઓને પોતાની વહી લઇને પોતાના આદેશથી પોતાના બંદાઓ માંથી, જેના પર ઇચ્છે છે, તેના પર અવતરિત કરે છે કે તમે લોકોને સચેત કરી દો કે મારા સિવાય કોઈ પૂજ્ય નથી. બસ ! તમે મારાથી ડરો
خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ تَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

તેણે જ આકાશો અને ધરતીનું સર્જન સત્ય સાથે કર્યું, મુશરિકો જે કરે છે, તે (અલ્લાહ) તેનાથી પવિત્ર છે
خَلَقَ الْإِنْسَانَ مِنْ نُطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُبِينٌ

તેણે મનુષ્યનું સર્જન વીર્યના ટીપા વડે કર્યું, પછી તે ખુલ્લો ઝઘડો કરનારો બની ગયો
وَالْأَنْعَامَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ وَمِنْهَا تَأْكُلُونَ

તેણે જ ઢોરોનું સર્જન કર્યું, જેમાં તમારા માટે ગરમ પોશાક છે અને બીજા ઘણા ફાયદાઓ છે અને કેટલાક તમારા ખોરાક માટે છે
وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ

અને તેમાં તમારી ખૂબસૂરતી પણ છે, જ્યારે ચરાવી લાવો ત્યારે પણ અને જ્યારે ચરવા માટે લઇ જાવ ત્યારે પણ
وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَمْ تَكُونُوا بَالِغِيهِ إِلَّا بِشِقِّ الْأَنْفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَحِيمٌ

(અને તે ઢોરો) તમારા માલસામાન તે શહેરો સુધી લઇ જાય છે, જ્યાં તમે કષ્ટ વિના પહોંચી નથી શકતા, નિ:શંક તમારો પાલનહાર ઘણો જ માયાળુ અને અત્યંત દયાળુ છે
وَالْخَيْلَ وَالْبِغَالَ وَالْحَمِيرَ لِتَرْكَبُوهَا وَزِينَةً ۚ وَيَخْلُقُ مَا لَا تَعْلَمُونَ

ઘોડાઓનું, ખચ્ચરોનું, ગધેડાઓનું સર્જન તેણે જ કર્યું કે તમે તેમનો સવારી માટે ઉપયોગ કરો અને તે શણગારનું કારણ પણ છે, બીજી ઘણી વસ્તુઓનું સર્જન કરે છે જેનું તમને જ્ઞાન પણ નથી
وَعَلَى اللَّهِ قَصْدُ السَّبِيلِ وَمِنْهَا جَائِرٌ ۚ وَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ

અને સત્ય માર્ગને સ્પષ્ટ કરી દેવો અલ્લાહના શિરે છે અને કેટલાક ખોટા માર્ગો છે અને જો તે ઇચ્છે તો તમને સૌને સત્ય માર્ગ પર લાવી દે
هُوَ الَّذِي أَنْزَلَ مِنَ السَّمَاءِ مَاءً ۖ لَكُمْ مِنْهُ شَرَابٌ وَمِنْهُ شَجَرٌ فِيهِ تُسِيمُونَ

તે જ તમારા ફાયદા માટે આકાશ માંથી પાણી વરસાવે છે, જેને તમે પીવો પણ છો અને તેના કારણે ઉગેલા વૃક્ષો, તમે પોતાના ઢોરોને ચરાવો છો
Load More