Quran Apps in many lanuages:

Surah An-Najm Translated in Gujarati

وَالنَّجْمِ إِذَا هَوَىٰ
સોગંદ છે તારાઓના જ્યારે તે પડે
مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ
તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે
وَمَا يَنْطِقُ عَنِ الْهَوَىٰ
અને ન પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત કરી છે
إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
તે તો ફકત વહી છે જે ઉતારવામાં આવે છે
عَلَّمَهُ شَدِيدُ الْقُوَىٰ
(વહી ) ને તાકાતવર ફરિશ્તાએ શિખવાડ્યું છે
ذُو مِرَّةٍ فَاسْتَوَىٰ
જે શક્તિશાળી છે. પછી તે સીધો ઉભો થઇ ગયો
وَهُوَ بِالْأُفُقِ الْأَعْلَىٰ
અને તે ઊંચા આકાશના કિનારા પર હતો
ثُمَّ دَنَا فَتَدَلَّىٰ
પછી નજીક થયો અને ઉતરી આવ્યો
فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ
બસ ! તે બે કમાનોના બરાબર જગ્યા રહી ગઇ. તેનાથી પણ ઓછી
فَأَوْحَىٰ إِلَىٰ عَبْدِهِ مَا أَوْحَىٰ
બસ ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડ્યુ
Load More