Quran Apps in many lanuages:

Surah As-Saff Translated in Gujarati

سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ધરતી અને આકાશોની દરેક દરેક વસ્તુઓ અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કરી રહી છે અને તે જ વિજયી અને હિકમતવાળો છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِمَ تَقُولُونَ مَا لَا تَفْعَلُونَ
હે ઇમાનવાળાઓ ! તમે તે વાત કેમ કહો છો જે (પોતે) કરતા નથી
كَبُرَ مَقْتًا عِنْدَ اللَّهِ أَنْ تَقُولُوا مَا لَا تَفْعَلُونَ
તમે જે કરતા નથી તે કહેવું, અલ્લાહ તઆલાને સખત નાપસંદ છે
إِنَّ اللَّهَ يُحِبُّ الَّذِينَ يُقَاتِلُونَ فِي سَبِيلِهِ صَفًّا كَأَنَّهُمْ بُنْيَانٌ مَرْصُوصٌ
નિ:શંક અલ્લાહ તઆલા તે લોકોને પસંદ કરે છે જે લોકો તેના માર્ગમાં કતારબંધ જેહાદ કરે છે. જેવું કે સીસુ પીગળાયેલી દીવાલ હોય
وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ لِمَ تُؤْذُونَنِي وَقَدْ تَعْلَمُونَ أَنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ ۖ فَلَمَّا زَاغُوا أَزَاغَ اللَّهُ قُلُوبَهُمْ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
અને (યાદ કરો) જ્યારે કે મૂસાએ પોતાની કોમને કહ્યું “ હે મારી કોમના લોકો! તમે મને કેમ સતાવી રહ્યા છો જ્યારે કે તમે (ખૂબ સારી રીતે) જાણો છો કે હું તમારી સમક્ષ અલ્લાહનો પયગંબર છું. બસ જ્યારે તે લોકો આડા જ રહ્યા તો અલ્લાહએ તેમના દિલોને (વધારે) આડા કરી દીધા અને અલ્લાહ તઆલા અવજ્ઞાકારી લોકોને સાચો માર્ગ નથી આપતો
وَإِذْ قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ يَا بَنِي إِسْرَائِيلَ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَمُبَشِّرًا بِرَسُولٍ يَأْتِي مِنْ بَعْدِي اسْمُهُ أَحْمَدُ ۖ فَلَمَّا جَاءَهُمْ بِالْبَيِّنَاتِ قَالُوا هَٰذَا سِحْرٌ مُبِينٌ
અને જ્યારે મરયમ ના પુત્ર ઇસાએ કહ્યું હે (મારી કોમ) બની ઇસ્રાઇલ ! હું તમારા દરેક લોકો તરફ અલ્લાહનો પયગંબર છું, આ પહેલાનું પુસ્તક તૌરાતને હું સમર્થન આપું છું અને મારા પછી આવનાર એક પયગંબરની હું તમને શુભ સુચના આપનારો છું, જેનું નામ અહમદ છે, પછી જ્યારે તે તેમની પાસે ખુલ્લા પૂરાવા લાવ્યા તો કહેવા લાગ્યા કે આ તો ખુલ્લુ જાદુ છે
وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُوَ يُدْعَىٰ إِلَى الْإِسْلَامِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
તે વ્યક્તિથી વધારે અત્યાચારી કોણ હશે જે અલ્લાહ પર જુઠુ ઘડે,જ્યારે કે તે ઇસ્લામ તરફ બોલાવવામાં આવે છે અને અલ્લાહ આવા અત્યાચારીઓને સત્ય માર્ગ નથી આપતો
يُرِيدُونَ لِيُطْفِئُوا نُورَ اللَّهِ بِأَفْوَاهِهِمْ وَاللَّهُ مُتِمُّ نُورِهِ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ
તે ઇચ્છે છે કે અલ્લાહના પ્રકાશ ને પોતાના મોઢા વડે ઓલવી દેં અને અલ્લાહ પોતાના પ્રકાશ ને સંપૂર્ણ કરીને જ રહેશે, ભલે ઇન્કારીઓને ખરાબ લાગે
هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ
તે જ છે જેણે પોતાના પયગંબરને સત્ય માર્ગ અને સાચો ઘર્મ આપીને મોકલ્યા, જેથી તેમને દરેક ઘર્મો પર વિજેતા બનાવી દે, ભલેને (અલ્લાહના) ભાગીદાર ઠેરવનારા રાજી ન હોય
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا هَلْ أَدُلُّكُمْ عَلَىٰ تِجَارَةٍ تُنْجِيكُمْ مِنْ عَذَابٍ أَلِيمٍ
હે ઇમાનવાળાઓ ! શું હું તમને તે વેપાર બતાવું જે તમને દુ:ખદાયી યાતનાથી બચાવી લે
Load More