Quran Apps in many lanuages:

Surah At-Talaq Ayahs #6 Translated in Gujarati

فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ فَارِقُوهُنَّ بِمَعْرُوفٍ وَأَشْهِدُوا ذَوَيْ عَدْلٍ مِنْكُمْ وَأَقِيمُوا الشَّهَادَةَ لِلَّهِ ۚ ذَٰلِكُمْ يُوعَظُ بِهِ مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ وَمَنْ يَتَّقِ اللَّهَ يَجْعَلْ لَهُ مَخْرَجًا
બસ ! જ્યારે આ સ્ત્રીઓ પોતાની ઇદ્દતની નજીક પહોંચી જાય તો તેમને કાયદાપૂર્વક પોતાના પાસે રાખો, અથવા તો કાયદાપૂર્વક તેમને અલગ કરી દો અને એક-બીજા માંથી વે વ્યક્તિઓને સાક્ષી બનાવી લો અને અલ્લાહને ખુશ કરવા માટે સાચ્ચી સાક્ષી આપો. આ જ છે તે જેની શિખામણ તેમને આપવામાં આવે છે, જે અલ્લાહ અને કિયામતના દિવસ પર ઇમાન રાખતા હોય અને જે વ્યક્તિ અલ્લાહથી ડરે છે, અલ્લાહ તેના માટે છૂટકારાની સ્થિતી ઉભી કરી દે છે
وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ ۚ وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ ۚ إِنَّ اللَّهَ بَالِغُ أَمْرِهِ ۚ قَدْ جَعَلَ اللَّهُ لِكُلِّ شَيْءٍ قَدْرًا
અને તેને એવી જ્ગ્યાએથી રોજી પહોંચાડે છે જેની તેને કલ્પના પણ ન હોય અને જી વ્યક્તિ અલ્લાહ પર ભરોસો કરશે, અલ્લાહ તેના માટે પૂરતો છે, અલ્લાહ તઆલા પોતાનું કાર્ય પુરૂ કરેને જ રહેશે, અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનો એક અંદાજો નક્કી કરી રાખેલ છે
وَاللَّائِي يَئِسْنَ مِنَ الْمَحِيضِ مِنْ نِسَائِكُمْ إِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلَاثَةُ أَشْهُرٍ وَاللَّائِي لَمْ يَحِضْنَ ۚ وَأُولَاتُ الْأَحْمَالِ أَجَلُهُنَّ أَنْ يَضَعْنَ حَمْلَهُنَّ ۚ وَمَنْ يَتَّقِ اللَّهَ يَجْعَلْ لَهُ مِنْ أَمْرِهِ يُسْرًا
તમારી સ્ત્રીઓ માંથી જે સ્ત્રીઓ માસિકથી નિરાશ થઇ ગઇ હોય, જો તમને શંકા હોય તો તેમનો સમયગાળો ત્રણ મહીના છે અને તેમની પણ જેને માસિક આવવાનું શરૂ પણ ન થઇ હોય, અને ગર્ભવતી સ્ત્રીઓનો સમયગાળો તેમનું પ્રસૂતિ થઇ જાય ત્યાં સુધી છે. અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાથી ડરશે અલ્લાહ તેના (દરેક) કાર્ય સરળ કરી દેશે
ذَٰلِكَ أَمْرُ اللَّهِ أَنْزَلَهُ إِلَيْكُمْ ۚ وَمَنْ يَتَّقِ اللَّهَ يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُعْظِمْ لَهُ أَجْرًا
આ અલ્લાહનો આદેશ છે, જે તેણે તમારી તરફ અવતરિત કર્યો છે અને જે વ્યક્તિ અલ્લાહથી ડરશે અલ્લાહ તેઓના પાપ ખત્મ કરી દેશે અને તેને ખુબ જ મોટો બદલો આપશે
أَسْكِنُوهُنَّ مِنْ حَيْثُ سَكَنْتُمْ مِنْ وُجْدِكُمْ وَلَا تُضَارُّوهُنَّ لِتُضَيِّقُوا عَلَيْهِنَّ ۚ وَإِنْ كُنَّ أُولَاتِ حَمْلٍ فَأَنْفِقُوا عَلَيْهِنَّ حَتَّىٰ يَضَعْنَ حَمْلَهُنَّ ۚ فَإِنْ أَرْضَعْنَ لَكُمْ فَآتُوهُنَّ أُجُورَهُنَّ ۖ وَأْتَمِرُوا بَيْنَكُمْ بِمَعْرُوفٍ ۖ وَإِنْ تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهُ أُخْرَىٰ
તમે પોતાની શક્તિ પ્રમાણે જ્યાં રહો છો ત્યાં તે (તલાકવાળી) સ્ત્રીઓને રાખો અને તેમને સતાવવા માટે તકલીફ ન આપો અને જો તે ગર્ભથી હોય તો જ્યાં સુધી બાળક જન્મે ત્યાં સુધી તેમને ખર્ચ આપતા રહો, ફરી જો તમારા કહેવાથી તે જ દુધ પીવડાવે તો તમે તેણીઓને તેનો બદલો આપી દો અને એક-બીજાથી સલાહસૂચન કરી લો અને જો તમે અંદર અંદર ઝઘડો તો તેણીના કહેવાથી કોઇ બીજી (સ્ત્રી) દુધ પીવડાવશે

Choose other languages: