Surah At-Tawba Translated in Gujarati
بَرَاءَةٌ مِنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى الَّذِينَ عَاهَدْتُمْ مِنَ الْمُشْرِكِينَ

અલ્લાહ અને તેના પયગંબર તરફથી કંટાળાની ઘોષણા છે તે મુશરિકો વિશે જેમની સાથે તમે વચન કર્યું હતું
فَسِيحُوا فِي الْأَرْضِ أَرْبَعَةَ أَشْهُرٍ وَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّهِ ۙ وَأَنَّ اللَّهَ مُخْزِي الْكَافِرِينَ

બસ (હે મુશરિકો !) તમે શહેરમાં ચાર મહિના સુધી હરી-ફરી લો, જાણી લો કે તમે અલ્લાહને લાચાર નથી કરી શકતા, અને એ (પણ યાદ રાખો) કે અલ્લાહ ઇન્કાર કરનારાઓને અપમાનિત કરવાવાળો છે
وَأَذَانٌ مِنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى النَّاسِ يَوْمَ الْحَجِّ الْأَكْبَرِ أَنَّ اللَّهَ بَرِيءٌ مِنَ الْمُشْرِكِينَ ۙ وَرَسُولُهُ ۚ فَإِنْ تُبْتُمْ فَهُوَ خَيْرٌ لَكُمْ ۖ وَإِنْ تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّكُمْ غَيْرُ مُعْجِزِي اللَّهِ ۗ وَبَشِّرِ الَّذِينَ كَفَرُوا بِعَذَابٍ أَلِيمٍ

અલ્લાહ અને તેના પયગંબર તરફથી લોકોને પવિત્ર હજ્જના દિવસે સ્પષ્ટ રીતે આદેશ આપવામાં આવે છે કે અલ્લાહ મુશરિકોથી કંટાળે છે અને તેના પયગંબર પણ, જો હજુ પણ તમે તૌબા કરી લો તો તમારા માટે ઉત્તમ છે અને જો તમે અવગણના કરો તો જાણી લો કે તમે અલ્લાહને હરાવી નથી શકતા અને ઇન્કાર કરનારાઓઓને દુ:ખદાયી યાતનાની સૂચના પહોંચાડી દો
إِلَّا الَّذِينَ عَاهَدْتُمْ مِنَ الْمُشْرِكِينَ ثُمَّ لَمْ يَنْقُصُوكُمْ شَيْئًا وَلَمْ يُظَاهِرُوا عَلَيْكُمْ أَحَدًا فَأَتِمُّوا إِلَيْهِمْ عَهْدَهُمْ إِلَىٰ مُدَّتِهِمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ

સિવાય તે મુશરિકોને જેમની સાથે તમારું સમાધાન થઇ ગયું છે અને તેઓએ તમને થોડુંક પણ નુકસાન નથી પહોંચાડ્યું, ન કોઇની તમારા વિરુદ્ધ મદદ કરી છે, તો તમે પણ તેમના સમાધાનના સમયગાળાને પૂરો કરો, અલ્લાહ તઆલા ડરવાવાળાઓનો મિત્ર છે
فَإِذَا انْسَلَخَ الْأَشْهُرُ الْحُرُمُ فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدْتُمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ ۚ فَإِنْ تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَخَلُّوا سَبِيلَهُمْ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ

પછી પવિત્ર મહિના પસાર થતા જ મુશરિકોને જ્યાં પણ જુઓ, કતલ કરી દો, તેઓને કેદી બનાવી લો, તેમને ઘેરી લો અને તેમને શોધવાની તકમાં દરેક ઘાટીઓમાં જાઓ, હાં જો તેઓ તૌબા કરી લે અને નમાઝ પઢવા લાગે અને ઝકાત આપવા લાગે, તો તમે તેમના માર્ગ છોડી દો, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરનાર, દયાળુ છે
وَإِنْ أَحَدٌ مِنَ الْمُشْرِكِينَ اسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّىٰ يَسْمَعَ كَلَامَ اللَّهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَا يَعْلَمُونَ

જો મુશરિકો માંથી કોઇ તમારી પાસે શરણ માંગે તો, તમે તેઓને શરણ આપી દો, ત્યાં સુધી કે તેઓ અલ્લાહની વાણી સાંભળી લે, પછી તેને પોતાની શાંતિની જગ્યાએ પહોંચાડી દો, આ એટલા માટે કે તે લોકો અજ્ઞાન છે
كَيْفَ يَكُونُ لِلْمُشْرِكِينَ عَهْدٌ عِنْدَ اللَّهِ وَعِنْدَ رَسُولِهِ إِلَّا الَّذِينَ عَاهَدْتُمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ فَمَا اسْتَقَامُوا لَكُمْ فَاسْتَقِيمُوا لَهُمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ

મુશરિકો માટે વચન અલ્લાહ અને તેના પયગંબર વચ્ચે કેવી રીતે રહી શકે છે તે લોકો સિવાય જેમની સાથે તમે સમાધાન અને વચન મસ્જિદે હરામ પાસે કર્યું છે, જ્યાં સુધી તે લોકો તમારી સાથે સમાધાનનું વચન પૂરું કરે તો તમે પણ તેમની સાથે પ્રામાણિકતા દાખવો, અલ્લાહ તઆલા ડરવાવાળાઓને પસંદ કરે છે
كَيْفَ وَإِنْ يَظْهَرُوا عَلَيْكُمْ لَا يَرْقُبُوا فِيكُمْ إِلًّا وَلَا ذِمَّةً ۚ يُرْضُونَكُمْ بِأَفْوَاهِهِمْ وَتَأْبَىٰ قُلُوبُهُمْ وَأَكْثَرُهُمْ فَاسِقُونَ

તેમના વચનોનો શું ભરોસો, જો તે લોકો તમારા પર વિજય પ્રાપ્ત કરે તો, ન તેઓ સંબંધો જોશે, ન વચન, પોતાની જબાનો વડે તો તમને પસંદ કરે છે પરંતુ તેઓના હૃદયો નથી માનતા, તેઓ માંથી વધારે પડતા લોકો વિદ્રોહી છે
اشْتَرَوْا بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا فَصَدُّوا عَنْ سَبِيلِهِ ۚ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ

તેઓએ અલ્લાહની આયતોને નજીવા દરે વેચી નાખી અને તેના માર્ગથી રોકતા રહ્યા, ઘણું જ ખરાબ કાર્ય છે જે આ લોકો કરી રહ્યા છે
لَا يَرْقُبُونَ فِي مُؤْمِنٍ إِلًّا وَلَا ذِمَّةً ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُعْتَدُونَ

આ લોકો તો કોઇ મુસલમાનો વિશે કોઇ સંબંધનું અથવા તો વચનનું સામાન્ય રીતે પણ ધ્યાન નથી રાખતા, આ લોકો હદ વટાવી જનારા જ છે
Load More