Surah Ibrahim Translated in Gujarati

الر ۚ كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِ رَبِّهِمْ إِلَىٰ صِرَاطِ الْعَزِيزِ الْحَمِيدِ

અલિફ-લામ્-રૉ. આ ઊચ્ચ દરજ્જાવાળી કિતાબ અમે તમારી તરફ અવતરિત કરી છે જેથી તમે લોકોને અંધકાર માંથી પ્રકાશ તરફ લાવો, તેમના પાલનહારના આદેશથી, જબરદસ્ત અને પ્રશંસાવાળા અલ્લાહ તરફ
اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ

જે કંઈ પણ આકાશો અને ધરતી માં છે તે બધું જ અલ્લાહનું છે અને ઇન્કાર કરનારાઓ માટે સખત યાતનાની ચેતના છે
الَّذِينَ يَسْتَحِبُّونَ الْحَيَاةَ الدُّنْيَا عَلَى الْآخِرَةِ وَيَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ بَعِيدٍ

જે આખેરતની સરખામણીમાં દુનિયાના જીવનને પસંદ કરે છે અને અલ્લાહના માર્ગથી લોકોને રોકે છે અને તેમાં ટીકા કરવાનું શોધે છે, આ જ લોકો છેલ્લી કક્ષાના પથભ્રષ્ટ છે
وَمَا أَرْسَلْنَا مِنْ رَسُولٍ إِلَّا بِلِسَانِ قَوْمِهِ لِيُبَيِّنَ لَهُمْ ۖ فَيُضِلُّ اللَّهُ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ

અમે દરેક પયગંબરને તેમની માતૃભાષામાં જ મોકલ્યા છે, જેથી તેઓની સમક્ષ સ્પષ્ટ રીતે વર્ણન કરી શકે, હવે અલ્લાહ જેને ઇચ્છે તેને પથભ્રષ્ટ કરી દે અને જેને ઇચ્છે સત્યમાર્ગ બતાવી દે, તે વિજયી અને હિકમતવાળો છે
وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ وَذَكِّرْهُمْ بِأَيَّامِ اللَّهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِكُلِّ صَبَّارٍ شَكُورٍ

(યાદ રાખો જ્યારે કે) અમે મૂસા (અ.સ.)ને પોતાના પુરાવા લઇ મોકલ્યા અને કહ્યું કે તું પોતાની કોમને અંધકાર માંથી પ્રકાશ તરફ બોલાવ અને તેમને અલ્લાહના ઉપકારો યાદ કરાવ, તેમાં નિશાનીઓ છે, દરેક ધીરજ રાખનાર અને આભાર વ્યકત કરનાર માટે
وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ أَنْجَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُمْ بَلَاءٌ مِنْ رَبِّكُمْ عَظِيمٌ

જે સમયે મૂસા (અ.સ.) એ પોતાની કોમને કહ્યું કે, અલ્લાહના તે ઉપકારો યાદ કરો જે તેણે તમારા પર કર્યા છે જ્યારે તેણે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો જે તમને ઘણી તકલીફ આપતા હતા, તમારા બાળકોને કતલ કરી દેતા અને તમારી બાળકીઓને જીવિત છોડી દેતા, તેમાં તમારા પાલનહાર તરફથી તમારા પર ઘણી કઠિન કસોટી હતી
وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِنْ شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ ۖ وَلَئِنْ كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ

અને જ્યારે તમારા પાલનહારે તમને જણાવી દીધું કે જો તમે આભાર વ્યકત કરશો તો ખરેખર હું તમને વધુ આપીશ અને જો તમે કૃતઘ્ની થશો તો ખરેખર મારી યાતના ઘણી જ સખત છે
وَقَالَ مُوسَىٰ إِنْ تَكْفُرُوا أَنْتُمْ وَمَنْ فِي الْأَرْضِ جَمِيعًا فَإِنَّ اللَّهَ لَغَنِيٌّ حَمِيدٌ

મૂસા (અ.સ.)એ કહ્યું કે, જો તમે સૌ અને ધરતીના દરેક લોકો અલ્લાહના કૃતઘ્ની બને તો પણ અલ્લાહ બેનિયાઝ (નિરપેક્ષ) અને પ્રશંસાવાળો છે
أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ مِنْ قَبْلِكُمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ ۛ وَالَّذِينَ مِنْ بَعْدِهِمْ ۛ لَا يَعْلَمُهُمْ إِلَّا اللَّهُ ۚ جَاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ فَرَدُّوا أَيْدِيَهُمْ فِي أَفْوَاهِهِمْ وَقَالُوا إِنَّا كَفَرْنَا بِمَا أُرْسِلْتُمْ بِهِ وَإِنَّا لَفِي شَكٍّ مِمَّا تَدْعُونَنَا إِلَيْهِ مُرِيبٍ

શું તમારી પાસે તમારા પહેલાના લોકોની ખબર નથી આવી ? એટલે કે નૂહ(અ.સ.) ની કોમની અને આદ અને ષમૂદની અને તેમના પછી આવનારાઓની, જેમને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતુ, તેમની પાસે તેમના પયગંબર ચમત્કાર લઇને આવ્યા, પરંતુ તેમણે પોતાના હાથ પોતાના મોઢામાં દબાવી દીધા અને સ્પષ્ટ કહી દીધું કે જે કંઈ તમને લઇ મોકલવામાં આવ્યા છે અમે તેનો ઇન્કાર કરીએ છેએ અને જે વસ્તુ તરફ તમે અમને બોલાવી રહ્યા છો અમને તો તેમાં ઘણી મોટી શંકા છે
قَالَتْ رُسُلُهُمْ أَفِي اللَّهِ شَكٌّ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يَدْعُوكُمْ لِيَغْفِرَ لَكُمْ مِنْ ذُنُوبِكُمْ وَيُؤَخِّرَكُمْ إِلَىٰ أَجَلٍ مُسَمًّى ۚ قَالُوا إِنْ أَنْتُمْ إِلَّا بَشَرٌ مِثْلُنَا تُرِيدُونَ أَنْ تَصُدُّونَا عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُنَا فَأْتُونَا بِسُلْطَانٍ مُبِينٍ

તેમના પયગંબરોએ તેમને કહ્યું કે, શું અલ્લાહ વિશે તમને શંકા છે ? જે આકાશો અને ધરતીને બનાવનાર છે, તે તો તમને એટલા માટે બોલાવી રહ્યો છે કે તે તમારા બધા ગુના માફ કરી દે અને એક નક્કી કરેલ સમય સુધી તમને મહેતલ આપે. તેમણે કહ્યું કે, તમે તો અમારી જેમ જ માનવી છો, તમે એવું ઇચ્છો છો કે અમને તે પૂજ્યોથી રોકી દો જેમની બંદગી અમારા પૂર્વજો કરતા હતાં, સારું તો અમારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લાવો
Load More