Quran Apps in many lanuages:

Surah Muhammad Translated in Gujarati

الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَنْ سَبِيلِ اللَّهِ أَضَلَّ أَعْمَالَهُمْ
જે લોકોએ ઇન્કાર કર્યો અને અલ્લાહના માર્ગમાં રોક લગાવી અલ્લાહએ તેઓના કર્મોને બરબાદ કરી દીધા
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَآمَنُوا بِمَا نُزِّلَ عَلَىٰ مُحَمَّدٍ وَهُوَ الْحَقُّ مِنْ رَبِّهِمْ ۙ كَفَّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَأَصْلَحَ بَالَهُمْ
અને જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કર્યા અને તે (વાત) પર પણ ઇમાન લાવ્યા જે મુહમ્મદ પર અવતારિત કરવામાં આવી છે અને ખરેખર તો તેઓના પાલનહાર તરફથી સાચો (ધર્મ) પણ તે જ છે. અલ્લાહએ તેઓના ગુનાહ દુર કરી દીધા અને તેઓને સુધારી દીધા
ذَٰلِكَ بِأَنَّ الَّذِينَ كَفَرُوا اتَّبَعُوا الْبَاطِلَ وَأَنَّ الَّذِينَ آمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِنْ رَبِّهِمْ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّهُ لِلنَّاسِ أَمْثَالَهُمْ
આ એટલા માટે કે ઇન્કારીઓએ અસ્ત્યનું અનુસરણ કર્યુ અને ઇમાનવાળાઓ એ આ સત્ય (ધર્મ) નું અનુસરણ કર્યુ જે તેઓના પાલનહાર તરફથી છે, અલ્લાહ તઆલા તેઓનું વર્ણન આવી જ રીતે કરે છે
فَإِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا فَضَرْبَ الرِّقَابِ حَتَّىٰ إِذَا أَثْخَنْتُمُوهُمْ فَشُدُّوا الْوَثَاقَ فَإِمَّا مَنًّا بَعْدُ وَإِمَّا فِدَاءً حَتَّىٰ تَضَعَ الْحَرْبُ أَوْزَارَهَا ۚ ذَٰلِكَ وَلَوْ يَشَاءُ اللَّهُ لَانْتَصَرَ مِنْهُمْ وَلَٰكِنْ لِيَبْلُوَ بَعْضَكُمْ بِبَعْضٍ ۗ وَالَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ فَلَنْ يُضِلَّ أَعْمَالَهُمْ
તો જ્યારે ઇન્કારીઓ સાથે તમારી અથડામણ થાય તો ગળા પર વાર કરો, જ્યારે તેઓને બરાબર કચડી નાખો તો હવે બરાબર ઠોસ બાંધી કેદી બનાવી લો, (પછી અધિકાર છે) કે ચાહે ઉપકાર કરી છોડી દો અથવા દંડની રકમ લઇલો. જ્યાં સુધી તેઓ પોતાના શસ્ત્ર મુકી ન દે, આ જ આદેશ છે અને જો અલ્લાહ ઇચ્છે તો (પોતે જ) તેઓથી બદલો લઇ લે, પરંતુ (તેની ઇચ્છા એ છે) કે તમારા માંથી એક ની કસોટી બીજાથી લઇ લે, જે લોકો અલ્લાહના માર્ગમાં શહીદ કરી દેવામાં આવે છે, અલ્લાહ તેઓના કર્મો કદાપિ નહી વેડફે
سَيَهْدِيهِمْ وَيُصْلِحُ بَالَهُمْ
તેઓને માર્ગ બતાવશે અને તેઓની પરિસ્થિતિ સુધારી દેશે
وَيُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ
અને તેઓને તે જન્નતમાં લઇ જશે જેની તેઓને ઓળખ આપી દેવામાં આવી છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنْ تَنْصُرُوا اللَّهَ يَنْصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ
હે ઇમાનવાળાઓ ! જો તમે અલ્લાહના (ધર્મ ની) મદદ કરશો તો તે તમારી મદદ કરશે અને તમારા ડગલાને (ધર્મ) પર જમાવી દેશે
وَالَّذِينَ كَفَرُوا فَتَعْسًا لَهُمْ وَأَضَلَّ أَعْمَالَهُمْ
અને જે લોકો ઇન્કારી થયા તેઓ નષ્ટ થાય, અલ્લાહ તેઓના કર્મો બેકાર કરી દેશે
ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنْزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
આ એટલા માટે કે તેઓએ અલ્લાહની અવતરિત કરેલી વસ્તુ પસંદ ન કરી, બસ ! અલ્લાહ તઆલાએ (પણ) તેઓના કર્મો વેડફી નાખ્યા
أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ دَمَّرَ اللَّهُ عَلَيْهِمْ ۖ وَلِلْكَافِرِينَ أَمْثَالُهَا
શું તે લોકોએ ધરતી પર હરી ફરી, તેને જોઇ નથી કે તેઓના અગાઉના લોકોની શું દશા થઇ ? અલ્લાહ તઆલાએ તેઓને નષ્ટ કરી દીધા અને ઇન્કારીઓ માટે આવી જ યાતનાઓ છે
Load More