Surah Saba Translated in Gujarati

الْحَمْدُ لِلَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَلَهُ الْحَمْدُ فِي الْآخِرَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ

દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેની માલિકી હેઠળ બધું જ છે જે આકાશો અને ધરતીમાં છે. આખેરતમાં પણ પ્રશંસા તેના માટે જ છે, તે હિકમતવાળો અને (સંપૂર્ણ) ખબર રાખનાર છે
يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنْزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۚ وَهُوَ الرَّحِيمُ الْغَفُورُ

જે ધરતીમાં ઉતરે અને જે તે માંથી ઊપજે, જે આકાશ માંથી ઉતરે અને જે તેની તરફ ચઢી જાય, તે બધું જ જાણે છે અને તે દયાળુ, અત્યંત માફ કરનાર છે
وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَأْتِينَا السَّاعَةُ ۖ قُلْ بَلَىٰ وَرَبِّي لَتَأْتِيَنَّكُمْ عَالِمِ الْغَيْبِ ۖ لَا يَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَلَا أَصْغَرُ مِنْ ذَٰلِكَ وَلَا أَكْبَرُ إِلَّا فِي كِتَابٍ مُبِينٍ

ઇન્કાર કરનારાઓ કહે છે કે અમારા પર કયામત નહીં આવે, તમે કહી દો ! કે મારા પાલનહારના સોંગદ, જે અદૃશ્ય (નીવાતો)ને જાણે છે, કે તે ખરેખર તમારા પર આવશે, અલ્લાહ તઆલાથી એક કણ બરાબર પણ વસ્તુ આકાશો અને ધરતીમાં છુપી નથી, પરંતુ તેના કરતા પણ નાની અને મોટી દરેક વસ્તુ ખુલ્લી કિતાબમાં છે
لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۚ أُولَٰئِكَ لَهُمْ مَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ

જેથી તે ઈમાનવાળાઓ અને સદાચારી લોકોને સારો બદલો આપે, આ જ લોકો માટે માફી અને ઇજજતવાળી રોજી છે
وَالَّذِينَ سَعَوْا فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مِنْ رِجْزٍ أَلِيمٌ

અને અમારી આયતોને હીન બતાવવાની જે લોકોએ મહેનત કરી છે, આ તે લોકો છે, જેમના માટે ખૂબ જ ખરાબ યાતના છે
وَيَرَى الَّذِينَ أُوتُوا الْعِلْمَ الَّذِي أُنْزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ هُوَ الْحَقَّ وَيَهْدِي إِلَىٰ صِرَاطِ الْعَزِيزِ الْحَمِيدِ

અને જે લોકોની પાસે જ્ઞાન છે, તેઓ જોઇ લેશે કે જે કંઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત થયું છે, તે (ખરેખર) સત્ય છે અને અલ્લાહ વિજયી, પ્રશંસાવાળા અલ્લાહના રસ્તાનું માર્ગદર્શન આપે છે
وَقَالَ الَّذِينَ كَفَرُوا هَلْ نَدُلُّكُمْ عَلَىٰ رَجُلٍ يُنَبِّئُكُمْ إِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍ إِنَّكُمْ لَفِي خَلْقٍ جَدِيدٍ

અને ઇન્કાર કરનારાઓએ કહ્યું, અમે તમને એક એવા વ્યક્તિની જાણ આપીશું, જે તમારી પાસે એ વાતની જાણ આપી રહ્યો છે કે જ્યારે તમે અત્યંત કણ કણ બની જશો, તો તમે ફરીવાર એક નવા સર્જનમાં આવશો
أَفْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَمْ بِهِ جِنَّةٌ ۗ بَلِ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ فِي الْعَذَابِ وَالضَّلَالِ الْبَعِيدِ

(અમે નથી કહી શકતા) કે તેણે પોતે અલ્લાહ પર જૂઠાણું ઘડી કાઢ્યું, અથવા તેને પાગલપણું છે, પરંતુ (સત્ય વાત એ છે) કે આખેરત પર ઈમાન ન ધરાવનારા જ યાતના અને દૂરની પથભ્રષ્ટતામાં છે
أَفَلَمْ يَرَوْا إِلَىٰ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ مِنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ إِنْ نَشَأْ نَخْسِفْ بِهِمُ الْأَرْضَ أَوْ نُسْقِطْ عَلَيْهِمْ كِسَفًا مِنَ السَّمَاءِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِكُلِّ عَبْدٍ مُنِيبٍ

શું તેઓ પોતાની આગળ-પાછળ આકાશ અને ધરતીને જોઇ નથી રહ્યા ? જો અમે ઇચ્છીએ તો તેમને ધરતીમાં જ ધસાવી દઇએ, અથવા તેમના પર આકાશના ટુકડા નાંખી દઇએ, નિ:શંક આમાં સંપૂર્ણ પુરાવા છે તે દરેક બંદા માટે, જે ચિંતન કરે
وَلَقَدْ آتَيْنَا دَاوُودَ مِنَّا فَضْلًا ۖ يَا جِبَالُ أَوِّبِي مَعَهُ وَالطَّيْرَ ۖ وَأَلَنَّا لَهُ الْحَدِيدَ

અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી, હે પર્વતો ! તેની સાથે મન લગાવી અલ્લાહના નામનું સ્મરણ કર્યા કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડ નરમ કરી દીધું
Load More