Surah Ya-Seen Translated in Gujarati
لِتُنْذِرَ قَوْمًا مَا أُنْذِرَ آبَاؤُهُمْ فَهُمْ غَافِلُونَ
જેથી તમે એવા લોકોને સચેત કરો, જેમના પૂર્વજોને સચેત કરવામાં નહોતા આવ્યા, જેથી આ લોકો બેદરકાર છે
لَقَدْ حَقَّ الْقَوْلُ عَلَىٰ أَكْثَرِهِمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
તેમાંથી વધારે પડતા લોકો માટે વાત નક્કી છે કે તેઓ ઈમાન નહીં લાવે
إِنَّا جَعَلْنَا فِي أَعْنَاقِهِمْ أَغْلَالًا فَهِيَ إِلَى الْأَذْقَانِ فَهُمْ مُقْمَحُونَ
અમે તેમના ગળામાં તોક નાંખી દીધા, પછી તે હડપચી સુધી છે, જેના કારણે તેમના માથા ઊંચા થઇ ગયા છે
وَجَعَلْنَا مِنْ بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ
અને અમે એક પાળ તેમની સામે બનાવી દીધી અને એક પાળ તેમની પાછળ, જેનાથી અમે તે લોકોને ઢાંકી દીધા, જેથી તેઓ જોઇ નથી શકતા
وَسَوَاءٌ عَلَيْهِمْ أَأَنْذَرْتَهُمْ أَمْ لَمْ تُنْذِرْهُمْ لَا يُؤْمِنُونَ
અને તમે તે લોકોને સચેત કરો અથવા ન કરો બન્ને સરખું છે, આ લોકો ઈમાન નહીં લાવે
Load More